Parab Dham

Parab Dham (Sat Devisa- Amar Devidas) Manidr (History, Prasad Timing)

પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબ ધામ (Parab Dham) એ ૧૮મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. પ્રાચીન સમાધી મંદિર ઉપર નવું મંદિર ચણવામાં આવ્યું છે. સંત દેવીદાસ ઉપરાંત અહીં દાદા મેકરણનો–સાદુળ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી, સંત કવિ દાસી જીવણ સાહેબ ની સ્મૃતિ નો કુવો પણ આવેલ છે. તે ઉપરાંત અહીં અન્ય ૯ સમાધિઓ આવેલી છે. જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે.

  • Location : Parabdham, parabvavadi – 362020 , Ta. – Bhesan, dist. – Junagadh, Gujarat, India
  • Email : parabdham17@gmail.com
  • Phone : 79842 71800
  • Official Website: https://parabdhammainashram.com/

પરબધામ : સંત દેવીદાસ અમર દેવીદાસ

Also Read: Jalaram Mandir, Virpur (Location, Timing) https://www.yourvacationtrip.com/jalaram-mandir-virpur-location-timing/

Parab Dham History:

ઈ.સ. ૧૮મી સદીમાં કચ્છ અને સિંધ પ્રાંતમાં દુષ્‍કાળ પડ્યો હતો. દુષ્કાળ પીડિત લોકો સૌરાષ્‍ટ્ર તરફ સ્થળાંતર કરી આવતા હતાં. તે સમયે સંત દેવીદાસે માનવતાના ધોરણે તે પીડિતોને આશ્રય આપ્યો હતો, તેમની સ્મૃતિમાં આ યાત્રાધામ વિકસેલું છે. સંત દેવીદાસની યાત્રિકો અને સંતોની સેવાથી પ્રસન્ન થઈ તેમને રામનાથ થી દસ ગાઉ દુર મહાભારતના સમયકાળના સૂના સરભંગ ઋષિના પ્રાચીન આશ્રમમાં દત્તમહારાજજી સૂનો પડેલો ધૂણો સજીવન કરવા જણાવ્યું અને ત્યાં સહુને ટુકડો રોટી આપી લોકસેવા કરવાનું સૂચવ્યું. તેઓ આવ્યા એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું. લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં. તેમજ ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે ત્યાં ધૂણી પ્રગટાવી અને લીમડા ડાળે ધજા ફરકતી કરી. તે સ્થાન ને આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખવામાં છે.

અષાઢી બીજનો અવસર

પરબ ધામનો સૌથી મોટો ઉત્સવ એટલે જ અષાઢી બીજનો ઉત્સવ ! વાસ્તવમાં મા અમરબાઈ અને સત દેવીદાસજીએ જે દિવસે જીવિત સમાધિ લીધી તે અવસર અષાઢી બીજનો દિવસ હતો. કહે છે કે તે સમયે નવ નાથ, ચોર્યાસી સિદ્ધ, સપ્તર્ષી અને 52 વીર પણ આ ભૂમિ પર પધાર્યા હતા.

એટલું જ નહીં, તેમણે કોઈપણ રૂપે અષાઢી બીજે આ ધરા પર આવવાનું દેવીદાસજીને વચન આપ્યું હતું ! એ જ કારણ છે કે અહીં અષાઢી બીજના મેળામાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તો, શ્રદ્ધાળુઓ અહીં દર માસની બીજ ભરવાની માનતા પણ માને છે. કહે છે કે અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો.

શ્રીરામ પણ આવ્યા હતા અહીંયા !

રામાયણમાં ઉલ્લેખ છે કે વનવાસ માટે નીકળેલા શ્રીરામચંદ્રજી, જાનકી અને લક્ષ્મણ સાથે સરભંગ ઋષિના આશ્રમે પહોંચ્યા હતા. માન્યતા અનુસાર તે સરભંગ આશ્રમ એટલે જ આજનું આ પરબધામ. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આસ્થા સાથે પરબના પીરની શરણે આવે છે અને ધન્યતાની અનુભૂતિ કરે છે.

Prasad at Parba Dham:

about 350 years ago shree sant Devidas Bapu started feeding the hungry without considering the caste or religion of the person. till now this ritual has been going on here without any donation. Devotees can come anytime and be blessed with prasad.

Prasad Timing at Parab Dham:

Prasad (Noon) : 11:00 a.m To 2:00 p.m
Prasad (Evening) : 7:30 p.m To 8:30 p.m

Tea (Mrg): 5: 00 a.M TO 8: 00 a.M
Tea (eve): 4;00 P.M TO 5:00 P.M

Nearby attraction of  Parabdham :

Also Read : Best Places to Visit in Junagadh – Timing, fees, Travel Guide https://www.yourvacationtrip.com/best-places-to-visit-in-junagadh-fees/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *