Satadhar Mandir – પાડાપીરનો ઈતિહાસ (Prasad Timing & Fees)

વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોટતી જગ્યાએ આપાગીગાએ સત +આધાર =સતાધાર (Satadhar Mandir)ની જગ્યાનુ ટીંબું બાંધ્યું હતું અને ગૌસેવા તથા ભુખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ અવિરત ચાલુ જ છે. સોરઠ પહેલેથી જ ભક્તિ અને શક્તિનું કેન્દ્ર રહેલું છે. અહીની ધરાએ શુરવીરો સાથે અનેક સંતો પણ આપ્યા. સોરઠના આવા સંતોમાં સેવાની સરવાણી વહેવડાવનાર આપાગીગાનું નામ પહેલા આવે. તેઓએ 200 વર્ષ પહેલા સતનો આધાર એવા સતાધારમાં દિનદુખિયાના બેલી બની સેવા યજ્ઞ શરૂ કર્યો. ભુખ્યાને ભોજન આપવું, દુખિયાનું જતન કરવું અને અબોલ પશુઓનું પાલન કરવું આજ સતાધારનો મુખ્ય ધર્મ છે.

સત +આધાર =સતાધાર

Satadhar Mandir
Satadhar Mandir

Lord Shiva temple with Swayambhu Shivlinga is also located on campus along with Gaushala and Samadhi place of Shree Aapagiga. Satadhar is also well known for another great saint Shree Jivaraj Bapu, Shamji Bapu, and its historical Shree Padapir also famous as Satadhar no Pado.

Click here to get location of Satadhar Temple

Official Website : https://www.satadhar.com/

About Satadhar Temple :-

Best Time To VisitDuring All Year
Entry Fees Entry FeesNo Entry Fees
Location LocationJunagadh Tal, Satadhar Road, Visavadar
Timing07:00 am to 07:00 pm

Satadhar Mandir Darshan Timings :

Opens Everyday From 07:00 Am to 07:00 Pm and Prasad Time is 11:00 Am to 01:00 Pm

Sathadhar Mandir
Sathadhar Mandir

દેવસ્થાનો અને ધર્મશાળા :

સતાધારની જગ્યામાં શ્રી હનુમાનમંદીર, શ્રી શિવમંદીર, શ્રી આપાગીગાનું સમાધીસ્થાન તેમજ તે જગ્યાનાં મહંતોની સમાધીઓ આવેલી છે. જેમ કાલાવડ પાસેની શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર માં શ્રીનાથજી દાદા ગુર્જર રાજપુતનાં ચૌહાણ શાખના (અટક ના) હોવાથી ત્યા તે કુટુંબ દ્વારા જ ધજા ચડે છે તેવીજ રીતે સતાધારમાં પણ આપા ગીગા ગધઈ (જ્ઞાતિ) સમાજના હોવાથી અષાઢી બીજના દિવસે તે સમાજ દ્વારા ધજા ચડાવવામાં આવે છે.

સતાધારનુ વિશાળ રસોડુ અને જબ્બર અતિથિ ગૃહ તેની વિશેષતા છે. ત્યાં એક સાથે ત્રણ હજારથી વધારે લોકોની રસોઇ થઇ શકે તેટલી તમામ સગવડતા આ રસોડામાં છે. તેમજ ત્રણથી ચાર હજાર માણસો નિરાંતે રાતવાસો રહી શકે તેવા અતિથિગૃહ છે જેનું નામ બ્રહમલીન શ્રી શામજીબાપુ નાં નામ ઉપરથી શ્યામભવન રાખવામાં આવ્યુ છે. જ્યાં ઈ.સ 1983 સુધી રાતવાસો કરવા માટે જ્ઞાતિ મુજબ અલગ ઓરડાઓ હતાં. આ સ્થાનકની પાછળ આંબાઝર નદી વહે છે. તેના પર શ્રી શામજીબાપુએ ઘાટ, બગીચો અને કુંડ બનાવડાવ્યા છે. રાજુલાના પથ્થરમાંથી બનેલા આ ઘાટ હરદ્વાર, પ્રયાગરાજ કે વારાણસીની યાદ આપે છે. શામજીબાપુએ પોતાના ગુરૂના નામથી તેનુ નામ લક્ષમણઘાટ રાખેલ છે. કમળ તેમજ તેનાં સામા કાંઠે નયનરમ્ય સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે જે આંખોને ખરેખર શીતળતા આપે છે.

સતાધારના પાડાપીરનો ઈતિહાસ :

શામજી બાપુના જીવન સાથે જોડાયેલો સતાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક – એક નાગરિકને યાદ છે. પ્રસંગ ખરેખર અનન્ચ જેવો બન્યો હતો. એથી લોકોની સતાધારની જગ્યા પરત્વેની શ્રધ્ધામાં અનેક ગણો વધારો થયેલો. અહીં જાણો શું હતી વાત :

સતાધારના પાડાપીર
સતાધારના પાડાપીર

સતાધારની જગ્યાને આપા રામ કરીને એક આહીર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજ નામની એક ભેંસ હતી જે ભોજ ભેંસ જે દેવતાય ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું. આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહિ અને જો દેવાના તો મફતમાં જ દેવાતા હતા ને જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા, મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં જ આવતા નહિ.

એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂ.શામજીબાપુ પાસે માગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે, જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાયને તો અમને આ પાડો આપો.

પૂ.શામજીબાપુ કહે, ભાઈઓ તમારી વાત સાચી પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી અને જે છે એ તો અમારા ખાડુમાં જોઈએ જ. પેલા કહે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આમ મોળો ઉત્તર આપો છો, બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાઈ ભેંસ ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંય કાઢતા નથી, જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચનો પુરાવો છે.

પણ સામેવાળા એની લૂલી જીભે હજાર જાતના સામ સામા સવાલ કરે છે તો ભોળા અને દરિયાવ દિલના પૂ.શામજીબાપુ તો મુંજાયા કે આ લોકોએ ભારે કરી હો. પેલા તો વધુને વધુ બોલે છે કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહિ પણ આમ બહાના ન બતાવો.

આખરે પૂ.શામજીબાપુ કહે લ્યો તો પાડો આપું પણ અમારી એક શરત રહેશે અને એ શરત નહિ પાળો તો આ દેવળવાળો તમારા લેખા જોખા કરશે. નેસડીના આગેવાનો તો સહમત થઇ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાળશું બોલો બાપુ બીજી શું શરત છે.

પૂ.શામજીબાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને છાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા,આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાચવવો પડશે અને એમ કરતા તમને ન પોષાય તે દી પાછો જગ્યામાં જ પુગાડી જાજો હો, પણ કદી એને કોઈ બજારમાં ક્યાંક વેચતા નહિ.

આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલ માણસ પાડાને લઈને હાલી નીકળ્યો ને નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાંક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઇ ગયો તે પછી એની ઘરવાળીને આ કડાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચુભાઈને રૂપિયા ૧૫૦૦ માં વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાચવી જાણે એના કરતા પાડાને જોવો પણ નહિ અને હમીરની યાદ પણ ન આવે ?

પેલા બચુભાઈ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા ૫૦૦૦ માં એક કસાઈને વેચી દીધો. થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઇ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નાખ્યુંને એ તો બિચારા અબોલ જીવ માંડ્યા ખાવા પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત ત્રાટકીને આપણા કટકે કટકા કરી નાખશે.

આખું કતલખાનું સ્વયંમ સંચાલિત હતું, કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડી ને પાડાની આંખો લાલચોળ થઇ ગઈ ને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઇ ગયા.

કસાઈ વિચારમાં પડી ગયો કે આવું કદી બંને જ નહિ મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કરવતથી જ મોળ્યા છે,પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત થઇ નબળી પડી ગઈ હશે તો જ તૂટી હોય ?

તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે ઊતરે ને પાછી વળે છે કે નહિ? તો કરવત તો બરાબર નીચે ઊતરી ને પાછી ઉપર ચડી, કસાઈને થયું હંહં હવે બરાબર છે ને જેવું બટન દબાવ્યું ત્યાં તો ખટાગ દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાય ગયા, થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સહુ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહિ.

કસાઈ તો બેશુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતાં છે એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સ્વપ્નું આવ્યું ને એને કોઈ દેવાતાઈ પુરુષના દર્શન થયાં અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાંકો કરી ન શકે હો, તો સમજી જાજે બાકી જડમૂળમાંથી ઉખેડી નાખીશને જલદી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂકી આવ.

કસાઈનો દીકરો ઝબકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કૈંક ખોટું તો થયું જ છે બાકી આવું બને નહિ. આ બધું સાંભળતા ને જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કૈંક છે તે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરશું અને અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ખાવિંદને બચાવી લ્યો.

પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા, ધારી અને વિસાવદર થઈને સતાધાર મોકલ્યો, પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામેગામ લોકોએ પાડાને ફૂલહાર કર્યા ને પાડાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું અને એ સતાધારમાં પાડાપીર તરીકે પછી ઓળખાવા લાગ્યો

તે દિવસ પછી આ ચમત્કારીક પાડો , પાડાપીર તરીકે સતાધાર ના સંતો સાથે જ પૂજાય છે. શ્રાવણ સુદ બીજ અને બુધવાર, તારીખ 21/7/93 ના રોજ સવારે ૬:૩૦ વાગ્યે પાડાપીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જયારે કોઈ પશુ ના શોકમાં આજુબાજુ નો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય.

અને જયારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સતાધારમાં જ સમાધિ આપવામાં આવી.

FAQ

Who is Aapagiga?

Shri AAPAGIGA established satadhar and started social activities like the temple of Mahadeva, Food for everyone at any time, Gaushala (A cattle farm), and numerous other services. 

What is Prasad Time At Satadhar Mandir ?

Food for everyone at any time , Prasad Time is 11:00 to 01 : 00

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *