bhguda-mogal-dham

Mogal Dham Bhaguda- મોગલધામ ભગુડા (History, Timing, Location)

The Shree “Mogal Maa” temple Mogal Dham Bhaguda is located in the Bhaguda hamlet in the Mahuva taluka of the Bhavnagar district. for which “Mogal Dham” is the name. The significance of Mataji’s location, which has a roughly 450-year history, is significant.

Mogal dham Bhaguda, Mahuva- Gujarat

મોગલના ચાર ધામમાંથી આજે આપણે વાત કરીશું ગોહિલવાડમાં ભગુડા મોગલધામની. એક લોકવાયકા મૂજબ 450 વર્ષ પહેલાં નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પધાર્યાં હતાં. ભાવનગરથી 80 કિ.મી,. મહુવાથી 25 કિ.મી., બગદાણાથી માત્ર 11 કિ.મી. અને ગોપનાથથી 30 કિ.મી.ના અંતરે આવેલું ભગુડા ગામ એ જ માંગલ ધામ છે. મહુવા તાલુકાનું ભગુડા ગામ મોગલ માતાના ચાર ધામો પૈકીનું એક ધામ છે. આ મંદિરનો ઈતિહાસ રોચક છે. આશરે 450 વર્ષ પહેલાં દુકાળ પડતાં આહીર સમાજના પરિવારો ગીર ચાલ્યા ગયા હતા. ત્યાં ચારણ અને આહીર જ્ઞાતિના બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતાં પણ વિશેષ સંબંધ બંધાયો હતો. ચારણ જ્ઞાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હતું, તેથી તેમણે આહીર જ્ઞાતિનાં વૃદ્ધાની રક્ષા થાય એ માટે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા. માતાજીને સાથે લઈ આહીર વૃદ્ધા ભગુડા આવ્યાં હતાં અને અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી.

Click here to get location of Mogal dham Bhaguda

About Mogal dham Bhaguda :

Best Time To VisitAnytime During Year
Entry Fees Entry FeesNo Entry Fees
Location LocationBhaguda Rd, Tal-Mahuva, Bhavnagar

Mogal dham Bhaguda Timing :

  • Aarti timings :
    • Morning: 05:00
    • Evening: 06:00
  • Darshan :
    • Morning : 05:00-10:30
    • Evening: 05:00-10:30

મોગલધામ ભગુડાનો ઇતિહાસ

આઇશ્રી મોગલ માઁ ભગુડા માં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોક કથા એવા પ્રકારની જાણવા મળે છે કે, દુષ્કાળ ના સમય માં જૂનાગઢ ચારણ ના નેસડા માં કામળીયા આહીર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુ ના નિભાવ માટે ગયા હતા.

જ્યાં ચારણ ના કુળદેવી આઈ શ્રી મોગલ માઁ નું સ્થાપન હતું. કામળીયા આહીર પરિવારના માજી એ માતાજીની અનેરી સેવા કરેલ. વર્ષ સારું થતા માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો ત્યારે માજીના બેન સમા ચારણ બેને માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈશ્રી માં મોગલ કાપડામાં આપેલ.

કામળીયા આહીર પરિવારના માજીએ વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલ. ત્યારથી આઇશ્રી મોગલ માઁ ભગુડામાં બિરાજમાન છે. ત્યારથી ચારણ સમાજના કુળદેવી આઇશ્રી માઁ મોગલ કામળીયા આહીર સમાજના ભગુડાના 60 પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિ ના અનેક લોકો આસ્થા પૂર્વક માતાજીની સેવા-પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે.

ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં ‘અન્નક્ષેત્રની’ સેવા પણ ઉપલબ્ધ છે. માઇ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે. જેને “તરવેડાનો “(માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે. લોક વાયકા મુજબ ભગુડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે.

ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે. ‘તરવેડો’ એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે. ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમા લાખો લોકો શ્રધ્ધાભેર સામેલ થાય છે પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે અહીં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ ૨૪ કલાક શરૂ રહે છે.

Mogal dham Bhaguda Hd Photo’s :

FAQ About Bhaguda Mogal Dham

Ahmedabad To Bhaguda MogalDham

Around 250 Km and 5 hours required to reach at bhaguda dham.

Bhavnagar To Bhaguda MogalDham

About 75 km and around 1 hour 30 minutes required to reach at Bhaguda Dham

Rajkot To Bhaguda MogalDham

About 217 Km and 5 hours and 30 minutes required to reach at Mogaldham

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *