સાલાંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. આ મંદિર હનુમાનજીની આરાધના માટે મહત્વપૂર્ણ છે અને સાધકોની ભક્તિ અને વિશ્વાસની સ્થલી છે. આ સ્થળે દરરોજ અને શનિવારે ભાજન-કીર્તનની ધૂમ છે અને લાખો ભક્તો આવીને હનુમાનજીની કારણે મંદિરમાં મળે છે. એમાંથી એકવાર મંદિરમાં જઈને આવવીને માન અને શક્તિ મળે છે.
૧૭૫ શતામૃત મહોત્સવ સાળંગપુર હનુમાન
સાળંગપુરમાં વિરાજિત કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરના 175 વર્ષ પૂર્ણ થતાં આગામી 16 થી 22 નવેમ્બર એક કુલ 7 દિવસ ઐતિહાસિક કાર્યક્રમ ઉજવાશે. જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસના અધ્યક્ષ સ્થાને, શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી અને વરિષ્ઠ સંતોના માર્ગદર્શનમાં આ દિવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. મહત્ત્વનું છે કે, આ મહોત્સવમાં જન જનના મુખે હશે એક જ વાક્ય “મારા દાદા મારો મહોત્સવ સૂત્ર ગૂંજતુ કરાશે.
Dada is Ramdoot, I am Hanuman doot.
Ram Kaj Kinhe Binu, Mohi Kahan Vishram
Read More Salangpur Hanuman Mandir (Darshan Time, Guide) https://www.yourvacationtrip.com/salangpur-hanuman-mandir-timing-location/
સાળંગપુર શતામૃત મહોત્સવ ની વિશેષતા ( Shatamrut Mahotsav Salangpur )
Official Website : https://salangpurhanumanji.org/
- 600 વિધાના જમીનમાં ઉજવાશે શતામૃત મહોત્સવ :
ઐતિહાસિક શતામૃત મહોત્સવ અંગે વાત કરતાં કોઠારી વિવેકસાગર સ્વામીએ ગુજરાતી જાગરણને જણાવ્યું કે, ”મંદિર પરિસરની નજીક કુલ 600 વિધાના વિશાળ પટ પર ઉજવાશે. આ મહોત્સવ દરમિયાન સંતો દ્વારા સવાર સાંજ કથા અને વ્યાખ્યાનનો કરાશે. આ ઉપરાંત બ્રાહ્મણો દ્વારા વૈદિકકાળની સ્મૃતિ કરાવતો દિવ્ય 75 કુંડી મારુતિ યજ્ઞ કરવામાં પણ કરવામાં આવશે.
- કિંગ ઓફ સાળંગપુર પર દરરોજ રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શો કરશે
હિન્દુ ધર્મના સનાતન સંતોનું તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું વિશાળ સંમેલન કરવામાં આવશે. તો સાહિત્ય, રાજકીય, સામાજિક વ્યક્તિઓ પણ દાદાના દર્શને પધારશે. અને કિંગ ઓફ સાળંગપુર ખાતે દરરોજ રાત્રે અદ્ભુત લાઈટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે. આ ઉપરાંત હનુમાનજી મહારાજના જીવન ચરિત્ર પર આધારિત ભવ્ય અને સુંદર પ્રદર્શન પણ કરવામાં આવશે.”
- સાળંગપુરધામમાં વિરાજીત હનુમાનજીની એનિમેટેડ ફિલ્મ બતાવાશે
શતામૃત મહોત્સવ અંગે વધુ જણાવતાં વિવેકસાગર સ્વામીએ કહ્યું કે, ”શતામૃત મહોત્સવમાં બાળકોને પ્રેરણા મળે તેવી સાંસ્કૃતિક અને મનોરંજનપૂર્ણ બાલનગરી બનાવવામાં આવશે. સાળંગપુરધામમાં હનુમાનજી મહારાજનો મહિમા અને પ્રતિષ્ઠાને દર્શાવતું 30 મિનિટનું એનિમેશન મુવી બતાવવામાં આવશે. તો સ્ત્રી શક્તિને સન્માનિત કરતું મહિલા સંમેલન પણ કરવામાં આવશે.
- હનુમાન ચાલીસા અને હનુમાન મંત્રનો અખંડ પાઠ કરાશે
શતામૃત મહોત્સવમાં ભવ્ય લોક મેળો, આયુર્વેદિક એલોપેથિક મેડિકલ કેમ્પ, ફ્રી રોગ નિદાન કેમ્પ, વિધવા સહાય, બીજ મંત્ર હનુમાન ચાલીસા અને હનુમાન મંત્રનો અખંડ પાઠ, મહા અન્નકૂટ, ફૂડ પાર્ક, 175 સંતો ભૂદેવો દ્વારા સંહિતા પાઠ સહિત સભર હશે.”
- 175 દીકરીઓ માટે ઇ- સ્કૂટર અપાશે અને વિશાળ કેકનો વર્લ્ડ રેકોર્ડ કરાશે
આ શતામૃત મહોત્વ 175 દીકરીઓ માટે ઇ- સ્કૂટર, અખંડ ધૂન અને સુંદરકાંડ પાઠ, રાત્રે સંગીત, ડાયરો, કવિ સંમેલન, રાસ ગરબા જેવા વિવિધ કાર્યક્રમ અને બાળકોના પેઇન્ટિંગ, રંગોળી જેવા કોમ્પિટિશન અને વિશાળ કેકનો વર્લ્ડ રેકોર્ડ જેવા કાર્યક્રમો પણ યોજાશે.
- 1 હજાર રૂમવાળું હાઇટેક ગેસ્ટ હાઉસ
વડતાલધામ શતામૃત મહોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અનેક લોકો આ મહોત્સવનો લાભ લેવા માટે સાળંગપુર જશે. આ જ યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા હનુમાનજી મંદિર વિસ્તારમાં 1000થી વધુ રૂમવાળું `ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન` તૈયાર કરવામાં આવી રહ્યું છે.
Timing For Salangpur Hanumanji Mandir
Morning Aarti :
- Shangar Aarti (Only Mon,wed,Thu,Fri,Sun) 05:45
- Mangla Aarti (Only Sat,Tue and Poonam) 05:30
- Shangar Aaarti (Only Sat, Tue and Poonam) 07:00
- Rajbhog Thal (Darshan Closed) 10:30 to 11:15
Darshan Closed (Noon) 12:00 pm to 03:30 pm
Evening Aarti :
- Sandhya (Evening) Aarti (evening) On Sunset Evening Timings 07:00
- Thal (Darshan Closed) 07:15 to 08:15
FAQ About Shatamrut Mahotsav Salangpur
૧૭૫ શતામૃત મહોત્સવ સાળંગપુર ક્યારે ઉજવાશે ?
આગામી 16 થી 22 નવેમ્બર એક કુલ 7 દિવસ ઐતિહાસિક કાર્યક્રમ ઉજવાશે.
શું તમે ૧૭૫ શતામૃત મહોત્સવ માં રોકાય શકો ?
હા, હનુમાનજી મંદિર વિસ્તારમાં 1000થી વધુ રૂમવાળું `ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન` તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સાળંગપુર મંદિર માં આપડે પ્રસાદ લઇ શકીશુ?
હા સાળંગપુર મંદિર માં નૂતન ભોજનાલય ની વ્યવસ્થા છે જ્યાં તમે પ્રસાદ લઇ શકો સમય : 11:30 AM to 2:30 PM
If you want to get rid of problems or want to complete some difficult task, then for both of these you should recite this Sankatmochan Chalisa every day. Hanuman Chalisa should be recited 40 times or if this is not possible then it should be recited once every day and complete 40 days. Download Complete Hanuman Chalisa PDF in Hindi